ગોધરા: પંચમહાલ જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન ગોધરાના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયું હતું.
પંચમહાલ જિલ્લાના પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન ગોધરા પોલીસ હેડક્વાર્ટર ખાતે ગોધરા રેન્જ આઇજી રાજેન્દ્ર અસારીની અધ્યક્ષતા હેઠળ યોજાયું. જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દૂધાત તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા. આ પ્રસંગે પોલીસ દળની કાર્યક્ષમતા, આપાતકાલીન કામગીરી અને કાયદો-વ્યવસ્થા જાળવવાની ક્ષમતાનો અભ્યાસ કરવામાં આવ્યો. વિવિધ મોકડ્રિલ યોજાઈ, જેમાં રાયોટ કન્ટ્રોલ અને સુરક્ષા સંબંધિત અભ્યાસો મુખ્ય હતા. અધિકારીઓએ સક્રિય ભાગ લઇ તૈયારીનો અભ્યાસ કર્યો.