ઉમરગામ: ઉમરગામના સંજાણ બાયપાસ રોડ પર ખાડાને કારણે વાહનો ફાસાયા
ઉમરગામ તાલુકાના સંજાણ બાયપાસ રોડ પર ભરેલા ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સંજાણથી ખતલવાડા તરફ જતાં મુખ્ય માર્ગે દૂસ્ત સ્થિતિ સર્જાઈ છે, જેમાં છેલ્લા કેટલાક દિવસોમાં અંદાજે 30થી 35 મોટા ટ્રકો અને ટેમ્પો ખાડામાં ફસાઈ ગયાના બનાવો નોંધાયા છે.