મોડાસા: ભોઈવાડા આંગણવાડી કેન્દ્ર ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી.
મોડાસા નગરપાલિકા વિસ્તારના ભોઈવાડા આંગણવાડી કેન્દ્ર ખાતે હાલ ચાલતા પોષણ માસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી.આ આંગણવાડી કેન્દ્રમાં બાળકોને પોષણયુક્ત ખોરાક આપવામાં આવે છે,જેનું આયોજન અઠવાડિયાના મેનુ પ્રમાણે કરવામાં આવે છે. આ ખોરાકમાં મુઠીયા,ચણા,સુખડી,શીરો,દાળભાત ભાખરી જેવા અન્ય પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ થાય છે.